રાજયની તમામ કલેકટર કચેરી, પ્રાંત કચેરી અને મામલતદાર કચેરીઓની મહેસુલી કામગીરી કાયદાકીય જોગવાઈઓ અને સરકારશ્રીની પ્રવર્તમાન નિતીને અનુસરીને કરવામાં આવે તે સુનિશ્ચિત કરવાનો મહેસુલ તપાસણી કમિશ્નર કચેરીનો મુળભૂત હેતુ છે.
મહેસુલી કામગીરીની જીલ્લાઓની સમીક્ષા અર્થે દર માસે કલેકટર કોન્ફરન્સ તથા દ્વિમાસે નિવાસી અધિક કલેકટરશ્રીઓની બેઠકનું આયોજન કરી મહેસુલી કામગીરીની સમીક્ષા અને મુલ્યાંકન કરવામાં આવે છે.
ક્લેક્ટર કચેરી, પ્રાંત કચેરી અને મામલતદાર કચેરીઓનું નિરીક્ષણ સરકારશ્રીના મહેસુલ વિભાગના તા.૧૩-૮-૧૯૭૫ ના પરિપત્ર નબર-આઈડબલ્યું/આઈએનએસ/૧૯૭૪ થી કચેરી નિરીક્ષણ માટેની પ્રશ્નાવલી બહાર પાડવામાં આવેલ છે
બાકી નિરીક્ષણ નોધોના નોધ કેટલા મુદાની પૂતતા કરવાની બાકી છે તે તપાસો અને વિલંબ માટેના કારણો મેળવી તેના વાજબીપણા માટે ચકાસણી કરો.
શહેરી વિસ્તારમાં જમીન મહેસુલ કાયદાની કલમ ૬૬ અને ૬૭ તથા વિવિધ હેતુઓ માટે ગ્રાન્ટ કરેલ જમીનમાં થયેલ શરતભંગની તપાસ કરી ધોરણસરની દરખાસ્ત કરવા બાબત.
રાજ્યની મહેસુલી કચેરીઓનું નિરીક્ષણ કરવા માટે સરકારીશ્રીના મહેસુલ વિભાગ તા.૧૩/૮/૧૯૭૫ ના પરિપત્ર ન. આઈ.ડબલ્યુ.આઈ.એન.એસ/૧૯૭૪ થી કચેરી નિરીક્ષણ માટેની પ્રશ્નાવલી બહાર પાડવામાં આવેલ..
Get help Information to important topics such as
Right to information Feedback Contact Details